પ્રગતિપથ યાત્રા દરમિયાન સંસ્થા નિરીક્ષણ

માનનીય વડા પ્રધાન શ્રી, નરેન્દ્રભાઈ મોદી, માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોરબંદરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાન પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આજે પોરબંદર જિલ્લામાં વહીવટી તંત્રની હાજરીમાં પોરબંદરનો પ્રખ્યાત દરિયા મહેલ જ્યાં આર.જી. ટી. કોલેજ ચાલે છે તેની મુલાકાત લેવામાં આવી હતી. યાત્રા દરમિયાન પોરબંદરના અનેક NGO ના પ્રતિષ્ઠિત નાગરિકો વિવિધ સામાજિક અને સામુદાયિક સંગઠનોના નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના પ્રાચાર્ય શ્રી એ.વાય. રાઠોડ સાહેબ દ્વારા સૌનું સ્વાગત તથા સંસ્થા વિશેની માહિતી અને સરકાર શ્રી દ્વારા ફાળવવામાં આવેલી માતબર રકમ અને તેના દ્વારા સંસ્થાનું થયેલું રેસ્ટોરેશન વગેરેની વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી. અને આ રીતે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો.

વૈદિક ગણિત શિક્ષક તાલીમ વર્કશોપ-DIET-POR-13-14_09_23

જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-2023 ડાયેટ-પોરબંદર તા.29-09-23

જિલ્લા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા -16_09_23 DIET-POR

Certificate distribution ceremony of various competitions under DUR branch.-13-09-23